ચીનના બાંગ્લાદેશના રાજદૂત લી જિમિંગે કહ્યુ છે કે, હું વ્યક્તિગત રીતે ભારતનો બહુ મોટો ચાહક છું.
ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા ખટરાગ વચ્ચે ચીનના એક ટોચના ડિપ્લોમેટનુ નિવેદન બહુ મહત્વ ધરાવે છે.જિમિંગે કહ્યુ હતુ કે, ભારત સાથે ચીનની કોઈ રણનીતિક સ્પર્ધા નથી.
તેમણે કહ્યુ હતુ કે, અમે ભારતને પ્રતિસ્પર્ધી કે દુશ્મનની રીતે નથી જોતા.વ્યક્તિગત રીતે તો હું ભારતનો બહુ મોટો ફેન છું.ચીન અને ભારત પોતાના ભૌગૌલિક અને આર્થિક વિવાદો ઉકેલવા માટે અને એક બીજાની નિકટ રહીને કામ કરવા માટે સક્ષમ છે.
જિમિંગનુ કહેવુ છે કે, બંગાળની ખાડીમાં ભારે હથિયારોનો જમાવડો થાય તેવુ જોવા નથી માંગતો.ચીનનો ઈરાદો તમામ વિવાદોનો એશિયાની પરંપરા પ્રમાણે ઉકેલ લાવવાનો છે અને તેના માટે યુરોપ કે અમેરિકાના ધારાધોરણોનુ પાલન કરવાની કોઈ જરુર નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત સ્થિત ચીનના રાજદૂત સુન વિડોંગે ભારતમાંથી વિદાય લીધી છે અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના વિદાય મસમારોહમાં હાજરી આપતા કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચેના સુમેળભર્યા સબંધો બંને દેશોની સાથે સાથે દુનિયાના પણ હિતમાં છે.
