~ કેન્દ્ર સરકારે ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો
~ કીંમતમાં ઘટાડો અને નિકાસ માટે સારી તકો સુનિશ્ચિત કરવાની માગ : ઉત્પાદન માટે એચએએલ અને અન્યની ઓળખ કરાઇ
ભારતમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) તેજસ એમકે-૨ બનાવવાનું કાર્ય ચાલુ છે. હાલમાં આ એરક્રાફટ બનાવવાની ઝડપ વધારવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. વિશ્વના ૧૬ દેશોએ તેજસ અંગે માહિતી માગી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની તરફથી એલસીએ એમકે-૨ને સપ્ટેમ્બરમાં મંજૂરી મળી હતી. હાલમાં આ ફાઇટર વિમાનની ડિઝાઇન અને વિકાસ પર કામ ચાલુ છે.
એરોનોટિકલ ડેવલોપમેન્ટ એજન્સીમાં એલસીએ એમકે-૨ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર વી મધુસુદન રાવે જણાવ્યું છે કે અગાઉ જ ૧૬ દેશોેની તરફથી વિમાન અંગે જારી પૂછપરછની વચ્ચે કેન્દ્ર સરકારની તરફથી ઉતપાદન દર વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ઉપરાંત અન્ય એજન્સીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકારે કીંમતમાં ઘટાડો અને નિકાસ માટે સારી તકો માટે સારી કીંમત સુનુશ્ચિત કરવાની માગ કરી છે. ઇન્ડિયન એરફોર્સથી મિગ-૨૯, મિરાજ ૨૦૦૦ અને જગુઆર વિમાનોની વિદાય પછી એલસીએ તેજસ એમકે-૨ સ્કવાડ્રનમાં તેમની જગ્યા લેશે. રાવે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સને બે તબક્કામાં તેના ૧૦ સ્કવાડ્રન મળશે.
