સતત અધ્યયનશીલ અને નિરંતર સંઘર્ષશીલ ડૉ. સોમૈયાને ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

ગુજરાતના જાણીતા લેખક મોટીવેશનલ સ્પીકર અને ડીએટી ગારમેન્ટ ઈન્ટરપ્રાઈઝના ઓનનરી મેન્ટર ડૉ. ભાણજી એચ સોમૈયાની અંગત આચરણ દ્વારા ચલાવાતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે શિક્ષણ જાગૃતિ, વ્યસનમુક્તિ અભિયાન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માઈન્ડ પાવરના સેમિનારો વર્ષોના પરિશ્રમની ગુજરાત સરકારે નોંધ લેતા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના વરદ હસ્તે તારીખ ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ અમદાવાદ મધ્યે ડૉ. સોમૈયાને ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયત થયો છે.

મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે એવોર્ડમાં ડૉ. સોમૈયાનું શાલ, મોમેન્ટો, પ્રશસ્તિપત્ર અને રૂપિયા બે લાખનો ચેક આપીને જાહેર સન્માન કર્યું હતું.

આજીવન શિક્ષણ,, સમર્પણ, જાગૃતિ અને સંઘર્ષ વચ્ચે સતત કાર્ય કરતા એવા ડૉ. સોમૈયાને ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયતના સમાચાર જાણતા જ કચ્છ અને મોરબી જિલ્લાના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ડૉ. સોમૈયાને અભિનંદન પાઠવ્યા છે.

ડૉ. સોમૈયાને ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયત થતાં તેઓએ પોતાની અસાધારણ સિદ્ધિનો શ્રેય પોતાના માતા-પિતા, ભાઈ-ભાભી, મામા-મામી, જીવનસાથી, મિત્રો, શુભેચ્છકો, અધિકારીઓ, સાથી કર્મચારીઓ, તંત્રીઓ, પત્રકારો અને જનપ્રતિનિધિઓને આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. સોમૈયા લગ્ન અને સરકારી સર્વિસ મળ્યા બાદ ૯ વર્ષ પછી ભણવાનું પુનઃ શરૂ કરીને બી. એ, એમ. એ., એલએલ. બી. સ્પેશ્યલ, પીએચ.ડી થયા છે. તેમના જીવનમાં એક કપરો સમય એવો આવ્યો કે તેમના પત્નીને ત્રણ વર્ષ માટે કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ઊભા-ઊભા કામ કરવું પડ્યું હતું.

આવા સંઘર્ષમય જીવનમાં તેમણે ૧૯૯૬માં એમ. એ. માં સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ યુજીસી-દિલ્હી દ્વારા કોલેજના લેક્ચર બનવા માટેની અતિ સ્પર્ધાત્મક પરીક્ષા નેટ તેમણે પ્રથમ પ્રયત્ને ૧૯૯૭માં પાસ કરી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ એનાયત થતાં જ ડૉ સોમૈયાના પરમ સ્નેહી રમેશભાઈ ચૌહાણ અને પ્રવીણાબેન રમેશભાઈ ચૌહાણ (સોલંકી) અમદાવાદ મધ્યે જ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને હાર્દિક સ્વાગત કર્યું હતું.

નલિયા એરફોર્સથી ખાસ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેલા એરફોર્સ નલિયાના પૂર્વ કર્મચારી રંજનભાઈ સોલંકી ડૉ. સોમૈયાની સિદ્ધિને બિરદાવી હતી.

એ ડૉ. બાબાસાહેબ આંબેડકર એનાયત થતાં જ ડૉ. સોમૈયા રાજકોટ રહેતા તેમના વેવાઈ ભાણજીભાઈ બોખાણીની મુલાકાત લીધી હતી ત્યાં તેઓનું અચાનક જ આવકાર સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Leave a comment