આઈપીએલ 2023 માટે ઓક્શનની જાહેરાત

~ 16 ડિસેમ્બરે બેંગલોરમાં યોજાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 16મી સિઝન આમ તો 2023માં રમાશે, પરંતુ આની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે. 16 ડિસેમ્બરે બેંગલોરમાં આગામી સિઝન માટે ઓક્શન યોજાશે. કોરોના કાળ બાદ પહેલીવાર ત્રણ વર્ષમાં હોમ-અવે ફોર્મેટની વાપસી થશે. ટુર્નામેન્ટની શરૂઆત માર્ચના અંતિમ અઠવાડિયાથી શરૂ થવાની શક્યતા છે.

IPL 2022ના મેગા ઓક્શનમાં બજેટ 90 કરોડ રૂપિયા હતુ, પરંતુ IPL 2023 આ 95 કરોડ રૂપિયા હોઈ શકે છે એટલે કે 5 કરોડ વધારે. ગયા વર્ષે મેગા ઓક્શન થયુ હતુ, આ વર્ષની હરાજી નાની હશે. BCCIના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 22 સપ્ટેમ્બરે રાજ્ય સંગઠનોને લખેલા પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો હતો, મેન્સ આઈપીએલ માટે આગામી હોમ-અવે ફોર્મેટ હશે. જેમાં તમામ 10 ટીમ પોતાના ઘરેલુ મેચ પોતાના નિર્ધારિત સ્થળ પર રમશે.

Leave a comment