ભુજમાં 22 CNG સીટી બસ દોડશે

~ વિધાનસભાની ચૂંટણી આવતા જ પ્રજાલક્ષી નિર્ણયો લેવાતા થયા

~ રાજકોટમાં ઇલેક્ટ્રિક, સુરેન્દ્રનગર-દુધરેજમાં CNG બસ દોડશે

~ બસ સંચાલન માટે ૧૨૧ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી, અન્ય શહેરોમાં ૧૧૮૯ બસ વ્યવસ્થા

આગામી સમયમાં ભુજ શહેરમાં ૨૨ સીએનજી સીટી બસ દોડશે. સરકારે ૯ કરોડની ગ્રાંટ ફાળવવા સૈધૃધાંતિક મંજૂરી આપી છે. આગામી વિાધાનસભાની ચૂંટણી પૂર્વે ભુજ શહેરના નાગરિકો માટે આ ચૂંટણીલક્ષી જાહેરાત કહી શકાય તેમ છે. મુખ્યમંત્રીએ ભુજમાં શહેરી બસ પરિવહન સુવિાધા યોજના શરૃ કરવા અંતર્ગત પાંચ વર્ષ માટે ૯ કરોડ ૩ લાખ ૩૭ હજાર રૃપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા સંદર્ભે મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગર પાલિકા, સુરેન્દ્રનગર, દુાધરેજ અને ભુજ નગરપાલિકાને બસ સેવા સંચાલન માટે કુલ ૧૨૧ કરોડ રૃપિયા ફાળવવાની સૈધૃધાંતિક મંજૂરી આપી છે. જે અંતગત રાજકોટમાં ૫૦ ઈલેકટ્રીક બસો, સુરેન્દ્રનગર દુાધરેજમાં ૩૨ અને ભુજ શહેરમાં ૨૨ સીએનજી બસ દોડશે. પીપીપી બેઝ પર કોન્ટ્રાકટ ધોરણે શહેરી બસ સેવા શરૃ કરવાનું આયોજન છે. શહેરોમાં વાધતી જતી વસ્તી અને ખાનગી વાહન સંખ્યાના કારણે ટ્રાફિક, પાર્કિંગની સમસ્યા સાથે વાયુ પ્રદુષણ વાધતુ જાય છે. માર્ગ અકસ્માતો અને અસલામત પરિવહનની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે શહેરી બસ સેવા ઉપયોગી નિવડશે.  ગુજરાત અર્બન ડેવલેપમેન્ટ મિશન દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર, દુાધરેજ અને ભુજમાં બસ સેવા શરૃ કરવાની દરખાસ્ત રજુ કરાઈ હતી. મુખ્યમંત્રીએ આ ત્રણેય દરખાસ્તોને સૈધૃધાંતિક મંજૂરી આપતા આ શહેરોમાં પીપીપી ધોરણે બસોના કોન્ટ્રાકટ બેઝ સંચાલન માટે માર્ગ સરળ બન્યો છે. ઉલ્લેખનિય છે કે ભુજ અને ગાંધીધામ શહેરમાં હાલમાં સીટી બસ સેવા ઉપલબૃધ નાથી. ભુજમાં થોડા વષો પૂર્વે નગરપાલિકાએ માધાપરની મંડળીને બસ સેવા સંચાલન માટેનો કોન્ટ્રાકટ આપ્યો હતો પરંતુ આિાર્થક તંગી અને અન્ય પરિબળોના કારણે ગણતરીના વર્ષોમાં સંકેલો થયો હતો.

સરકારે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બસ પરિવહન સુવિધામાં રાજ્યની આઠ મહાનગરપાલિકા તેમજ અ વર્ગની ૨૨ નગરપાલિકાને બસ સુવિધા આપી છે. રાજ્યમાં PPP ધોરણે શરૃ કરાયેલી આ યોજના હેઠળ ૫૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી ૧૧૮૯ બસોને અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર અમદાવાદ-૬૨૫, વડોદરા-૫૦, સુરત-૪૦૦, જુનાગઢ-૨૫ અને જામનગર-૧૦ એમ કુલ ૧૧૧૦ બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની ૨૨ નગરપાલિકાઓ પૈકી ૮ નગરપાલિકાઓમાં ૭૯ બસોને મંજૂરી મળી છે. રાજકોટ શહેર તેમજ દૂધરેજ અને ભૂજ પાલિકા તરફથી બસ સેવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને અનુમતિ આપવામાં આવી છે.

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકરે રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

ભુજમાં પાંચ વર્ષ સંચાલન કરવા ૯ કરોડ ફાળવાયા

રાજકોટ મહાનગરપાલિકામાં ૫૦ ઇલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલનમાં ૧૦ વર્ષ માટે કુલ મળીને ૯૧.૨૫ કરોડ રૃપિયા ફાળવાશે, જ્યારે દૂધરેજને ૩૨ સીએનજી સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલનમાં સાત વર્ષ માટે ૨૦.૪૪ કરોડ તેમજ ભૂજ પાલિકાને ૨૨ સિટી બસ સેવાના સંચાલનમાં પાંચ વર્ષ માટે કુલ ૯.૦૩ કરોડનું અનુદાન આપવામાં આવશે. 

Leave a comment