હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે મત ગણતરી

~ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો 20 ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા

2022ના અંતે યોજાનારા ચૂંટણી અખાડાના આજથી આધિકારીક શ્રીગણેશ થવાના હતા. ઈલેક્શન કમિશન દ્વારા આજે સવારે જાહેર કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલમાં ચૂંટણીની જાહેરાત થઈ છે.

ઈલેક્શન કમિશને કહ્યું કે આબોહવા સ્થિતિ અને અન્ય કારણોસર હિમાચલની ચૂંટણી વહેલી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 12મી નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે.

Leave a comment