ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં આજે સુરતમાં નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ

~ લોકસભાના સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર- રાજ્ય સરકારના મંત્રીઓ હાજર રહેશે

ગુજરાતમાં યોજાયેલ 36 મા નેશનલ ગેમ્સનો સમાપન સમારોહ આજે સુરત ખાતે યોજાશે. સાંજે પાંચ વાગ્યે યોજાનારા આ સમાપન સમારોહ ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં યોજાશે. આ સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત અને મંત્રીઓ અને લોકસભાના સ્પીકર પણ હાજર રહેશે. 

ગુજરાતમાં યોજાયેલા ‘૩૬મી નેશનલ ગેમ્સ’માં ૩૬ જેટલા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશના ૭પ૦૦ જેટલા ખેલાડીઓએ ૩૬ પ્રકારની રમતોમાં ભાગ લીધો હતો. કુલ ૧૧૦૦ ગોલ્ડ, સિલ્વર અનેબ્રોન્ઝમેડલ માટેહરિફાઈ કરી હતી. આ નેશનલ ગેમ્સ આજે પુરી થઈ છે અને ક્લોઝીગ સેરેમની માટે સુરતની પસંદગી કરવામા આવી હતી. 

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારા સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત અને મંત્રીઓ હાજર રહેશે. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ૨૦૦૦ ટેકનિકલ સ્ટાફ અને ૨૫૦૦ થી વધુ વોલેન્ટીયરો મદદરૂપ થયા હતા. ‘ફીટ ઈન્ડિયા’ અભિયાનને સાકાર કરતા અધિકારીઓ, ખેલાડીઓ શહેરીજનો ઉપસ્થિત રહેશે

Leave a comment