દેશમાં કોરોના છેલ્લા સાડા ચાર મહિનાના સૌથી ઓછા નવા 1968 કેસ

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૯૬૮ કેસ નોંધવામાં આવ્યા છે. જે છેલ્લા ૧૩૩ દિવસના સૌથી ઓછા કેસ છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૫,૯૯,૪૬૬ થઇ ગઇ છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩૪,૫૯૮ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ મોત નોૅધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૮,૭૧૬ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૫૨૮ કેસોનો ઘટાડો થ.યો છે.

 દૈનિક પોઝિટીવ રેટ ૦.૯૪ ટકા અન સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૯ ટકા નોંધવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ ૧૯ રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ ૨૧૮.૮૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોૅંધાયેલા ૧૫ મોત પૈકી ઓડિશામાં બે, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં એક-એક મોત નોંધવામાં આવ્યું હતું.

Leave a comment