~ ભારતે આસમાનમાં લખી વધુ એક સફળતા
– પીએમ મોદીની અધ્યક્ષતા વાળી સુરક્ષાની કેબિનેટ કમિટીએ આ વર્ષે માર્ચમાં 15 સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી હતી
દેશની એર-પાવર અને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર (Light Combat Helicopters)ને વાયુસેનામાં ઓપચારિક રીતે સામેલ કરવામા આવ્યા છે. મહત્વાની વાત એ છે કે, ભારતીય વાયુસેનાના પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટરને LCHને સરહદ નજીક જોધપુરમાં તૈનાત કરવામાં આવશે. આ હેલીકોપ્ટરનું નામ પ્રચંડ આપવામાં આવ્યું છે.
પીએમ મોદીની અધ્યક્ષતા વાળી સુરક્ષાની કેબિનેટ કમિટીએ આ વર્ષે માર્ચમાં 15 સ્વદેશી લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર (LCH) ખરીદવાની મંજૂરી આપી હતી. 3,387 કરોડમાં આ હેલીકોપ્ટર એચએએલથી ખરીદવામાં આવ્યા છે. તેમાંથી 10 હેલીકોપ્ટર વાયુસેના માટે છે અને 5 ભારતીય સેના માટે છે.
વાયુસેના પહેલા, સેનાએ સ્વદેશી કોમ્બેટ હેલિકોપ્ટર, એલસીએચને તેના શસ્ત્રાગારનો એક ભાગ બનાવ્યો છે. ગુરુવારે ભારતીય સેનાએ કહ્યું હતું કે, HALએ LCH એવિએશન કોર્પ્સને બે લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર સોંપ્યા છે. એલસીએચ દેશનું પહેલું એટેક હેલીકોપ્ટર છે જેને સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
LCH વિશે કેટલીક માહિતી:
લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરવાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે કારણ કે આ મલ્ટિફંક્શનલ હેલિકોપ્ટર વિવિધ પ્રકારની મિસાઇલો ફાયર કરવામાં અને હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
રક્ષા મંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, નવા હેલીકોપ્ટર સામેલ કરવાથી ભારતીય વાયુસેનાનું યુદ્ધ કૌશલ વધશે. અધિકારીઓએ જણાવ્યું કે, 5.8 ટન વજન અને ડબલ એન્જિન વાળા આ હેલીકોપ્ટરથી પહેલા જ અનેક હથિયારોના ઉપયોગનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે.
આ હેલિકોપ્ટરની સ્પીડ 270 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની લંબાઈ 51.1 ફૂટ અને ઊંચાઈ 15.5 ફૂટ છે. LCH પર ફાયરિંગની ખાસ અસર નહીં થશે. તેની રેન્જ 50 કિલોમીટર સુધી છે અને તે 16,400 ફૂટની ઉંચાઈથી હુમલો કરી શકે છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જોધપુર એરબેસ પર લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટર(LCH) પ્રચંડમાં ઉડાન ભરી.
આ હેલિકોપ્ટરને આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ઊંચાઈ પર સ્થિત બંકરોને નષ્ટ કરવા માટે પણ તૈનાત કરી શકાય છે. આ સિવાય તેને જંગલવાળા વિસ્તારોમાં નક્સલી ઓપરેશનમાં ગ્રાઉન્ડ ફોર્સની મદદ માટે પણ તૈનાત કરી શકાય છે.
