જી. કે. જન. અદાણી હોસ્પિટલ દ્વારા વીતેલા વર્ષમાં ૩.૭૭ લાખ સીસી રક્ત એકત્રિત કરાયું

~ ડેન્ગ્યુના દર્દીઓ માટે જરૂરી પ્લેટલેટ પૂરા પાડવા રાહતરૂપ કામગીરી

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને લોહીનો જથ્થો પૂરો પાડવા વીતેલા સપ્ટે. માસમાં ૧૦૭૯ યુનિટ અર્થાત્ ૩.૭૭ લાખ સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં જુદા જુદા ૧૦ કેમ્પ અને જી. કે.માં ચાલતી બ્લડબેંક અંતર્ગત આ લોહી ભેગું કરવામાં આવ્યું હતું. ૧૦ કેમ્પ મારફતે ૭૭૭ યુનિટ અને ઇનહાઉસમાં રક્તદાતાઓ જાતેજ બ્લડબેંકમાં આવી રક્ત આપવા પ્રેરિત થયા હતા. અને તેમના મારફતે ૩૦૨ થેલી લોહી મેળવવામાં આવ્યું હોવાનું હોસ્પિટલની બ્લડબેંકના વડા જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું.

બ્લડબેંકમાં વધુને વધુ લોહી દર્દીને ઉપયોગી થાય એ માટે સામાજિક સંસ્થાઓ શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ, ભુજ બ્રહ્મસમાજ, શિક્ષકદિન નિમિત્તે લાઇન્સ હોસ્પિટલ, લોહાણા સમાજ, ભાજપ દ્વારા લાલન કોલેજ, તેરાપંથી સમાજ, માંગવાણા સીએચસી, વીરાયતન માંડવી તેમજ એનસીસી ભુજ વિગેરેએ સહયોગ આપ્યો હતો.

પ્રવર્તમાન સીઝનમાં ડેન્ગ્યુના દર્દીઓને જરૂરી પ્લેટલેટ પૂરા પાડવા કુલ પૈકી ૧૩૨ યુનિટ લોહી આપવામાં આ જથ્થો ઉપયોગી પુરવાર થયો હતો. અગાઉના માસમાં પણ આ કાર્ય સુપેરે પર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અકસ્માત, ઓપરેશન તેમજ જરૂરી દર્દીઓને આ લોહી ઇમરજન્સીમાં આશીર્વાદ સમાન પુરવાર થયું હતું. આ કાર્ય માટે બ્લડબેંક વિભાગની ટીમ સહયોગી બની હતી. અદાણી જી. કે. જન. હોસ્પિટલના સંચાલકોએ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

Leave a comment