સરકારે નાની બચત યોજનાના વ્યાજદર વધાર્યા

સરકારી કર્મચારીઓને DA અને બોનસના રૂપે દિવાળીની ભેટ આપ્યા બાદ હવે આજે સરકારે નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કરીને સામાન્ય જનતાને પણ દિવાળી ગિફ્ટ આપી છે.  કેન્દ્ર સરકારે ગુરુવારે ત્રીજા ત્રિમાસિકગાળા માટે નાની બચત યોજનાના વ્યાજ દરોની જાહેરાત કરી હતી. 

સરકારે 1 ઓક્ટોબરથી શરૂ થતા નવા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજના(Senior citizens savings scheme) માટે વ્યાજ દર 7.4% થી વધારીને 7.6% કર્યા છે. આ સિવાય કિસાન વિકાસ પત્ર માટે વ્યાજ 6.9%થી વધારીને 7% કરવામાં આવ્યો છે અને બે, ત્રણ વર્ષની સમયની થાપણો માટે પણ વ્યાજમાં વધારો કરવામાં આવ્યો છે.

બે વર્ષ માટેના સ્કીમના વ્યાજદર 5.7%, 3 વર્ષની સ્કીમના વ્યાજદર વધારીને 5.8% કરવામાં આવ્યા છે.

આ સિવાય સરકારે આજે મન્થલી ઈનકમ પ્લાન જેને ટૂંકમાં MIS તરીકે ઓળખવામાં આવે છે તેના પણ ઈન્ટરેસ્ટ રેટ વધારીને 6.7% કરવામાં આવ્યા છે. 

Leave a comment