વર્લ્ડ રેબિઝ(હડકવા)દિન નિમિતે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ આપી માહિતી

~ રેબિઝમાટે ‘વનહેલ્થઝીરોડેથ’ નીWHOએઆપીથીમ

વિશ્વ સમસ્તમાં ૨૮મી સપ્ટે.ના રોજ મનાવાતા વર્લ્ડ રેબિઝ(હડકવા)દિન નિમિતે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ કોઈ પ્રાણી ખાસ કરીને કૂતરું કરડે તો તુરંત તબીબની સલાહ લેવાથી આ રોગથી  બચી શકાય છે.

રેબિઝ એક બેક્ટેરિયા સંક્રમિત રોગ છે.આ રોગના વાયરસ અધિકાંસ શ્વાનની લાળમાં હોય છે.આમતો અન્ય પ્રાણી જેમકે બિલાડી, વાંદરા જેવા જાનવરોમાં પણ જોવા મળે છે. પરંતુ મોટાભાગે રેબિઝ, ડોગ બાઈટ થકી થાય છે. જી.કે.ના સર્જન ડૉ.અશોક ઝિલડિયાના જણાવ્યા અનુસાર, તાત્કાલિક સારવાર આવશ્યક છે.જ્યાં કરડ્યું હોય તે ભાગને સાબુ ને પાણીથી ધોઈ નાખવું અને સતત પાંચ મિનિટ નળનું પાણી એ ભાગ પર ધારદાર રીતે પડવા દઇ ઘા ને સાફ કર્યા પછી  એન્ટીબાયોટિક લગાવી નજીકના તબીબનો સંપર્ક કરી સલાહ મુજબ સારવાર અને રસી લેવી જરૂરી છે.

જોકે તેમણે કહ્યું કે તમામ કૂતરા કરડે એટલે રેબિઝ થાય એવું નથી પરંતુ આપણે એ પણ નથી જાણતા કે  જે કરડ્યું છે તે કૂતરું હડકાયું છે કે કેમ એવી સ્થિતિમાં સંભવિત રેબિઝથી બચવા એન્ટિરેબિઝ લેવી આવશ્યક છે, એટલે કરડવાની ગંભીરતા મુજબ તબીબની સલાહ પ્રમાણે ઉપચાર કરાય એ જરૂરી છે.

જી.કે જનરલ હોસ્પિટલમાં પણ સારવાર સાથે રસી ઉપલબ્ધ કરવામાં આવે છે.

આમ વિશ્વમાં જૂના પૈકી એક ગણાતા આ રોગથી કાયમી ધોરણે બચવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ વન હેલ્થ ઝીરો ડેથની થીમ આપી છે. ફ્રાન્સિસ વૈજ્ઞાનિક લૂઈઝ પાશ્ચરે રેબિઝની રસી શોધી મેડિકલ જગતને અણમોલ ભેટ આપી છે. તેની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તેના પ્રયાસોથી અનેક લોકોને જીવતદાન મળ્યું છે..અને હવે કોઈનું પણ  આં રોગ થી મૃત્યુ ના થાય એ માટે ઝીરો ડેથ તરફ  વિશ્વ આગળ વધી રહ્યું છે.

Leave a comment