~ હેલ્થકેર સિસ્ટમમાં ફાર્મસીસ્ટ મહત્વની કડી સમાન
~ કચ્છમાં પ્રથમ વખત ફાર્માસિસ્ટ દિન ઉજવાયું
~ કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ ફાર્માસિસ્ટોને બિરદાવાયા
જાહેર આરોગ્યમાં ફાર્માસિસ્ટના વ્યવસાયને બિરદાવવા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ફાર્મસી વિભાગ દ્વારા જાહેર આરોગ્યમાં ફાર્માસિસ્ટના વ્યવસાયને બિરદાવવા ૨૫મી સપ્ટે. વિશ્વમાં ફાર્માસિસ્ટ દિનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
અદાણી મેડિકલ કોલેજના લેકચર ખંડમાં આ દિનની પૂર્વસંધ્યાએ આયોજિત ઉજવણીના કાર્યક્રમમાં કરછના ફૂડ અને ડ્રગ્સ વિભાગના આસિ. કમિશ્નર એન.આર. સૈયદે ચાવીરૂપ ઉદબોધનમાં ફાર્માસિસ્ટને અનુરોધ કર્યો હતો કે, તેઓ હેલ્થ કેર ટીમનો મહત્વનો ભાગ હોવાથી પબ્લિક આરોગ્યમાં તેમની ભૂમિકા માત્ર દવાના વિતરક પૂરતી સીમિત રાખવાને બદલે દર્દીલક્ષી બનાવવી જોઈએ.વર્તમાન સમયમાં આપણી પાસે જ્ઞાનના અનેક સ્રોત ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ પ્રજા લક્ષી બનાવી વ્યવસાયને શ્રેષ્ઠ બનાવી શકાય.જાતને અપડેટ રાખવાની શીખ પણ તેમણે આપો હતી.
તેમણે વધુમાં કહ્યું કે, કોરોના મહામારીમાં ફાર્માસિસ્ટોએ પોતાના જીવની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા હતા એટલેજ તેમને ફ્રાંટલાઈન વોરિયર કહેવામાં આવે છે.
આ પ્રસંગે જી. કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ ખાસ ઉપસ્થિત રહી હોસ્પિટલમાં યોજાયેલા પોસ્ટર હરીફાઈમાં ઉતીર્ણ પ્રથમ ત્રણ ક્રમાંકિતને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિ ચિહ્ન વિતરણ કર્યા હતા, જ્યારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે ફાર્મસીસ્ટની ભૂમિકાને આરોગ્યમાં મહત્વની કડી ગણાવી હતી તેમજ અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રગ ઈન્સ્પેકટર તેજલ મહેતા, વિરાયતન ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ મિતાબેન ઝીલડિયા તેમજ વિરાયતન ફાર્મસી કોલેજના વિધ્યાર્થીઓ તેમજ ફાર્મસીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચ્છ સરકારી ફાર્મસીસ્ટ એસો. પ્રમુખ શ્રી કેતનભાઈ ચૌહાણે ફાર્મસીસ્ટની ભૂમિકા સ્પસ્ટ કરી હતી ઉપરાંત જિલ્લા પંચાયત ફાર્મસી સ્ટોરના ફાર્મસીસ્ટ ચેતનભાઈ ભટ્ટે કચ્છમાં કોરોના દરમ્યાન જી. કે. હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારના ફાર્માસિસ્ટોએ કોરોના મહામારી દરમ્યાન કરેલી શ્રેષ્ઠ કામગીરી અંગે કરાયેલા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું સંચાલન કરી કહ્યું કે કચ્છમાં ફાર્મસિસ્ટ દિવસની આ પ્રથમ ઉજવણી થઈ છે જે પ્રશંસા ને પાત્ર છે.
પ્રારંભમાં જી.કે. ફાર્મસીના હેડ મંજીરી તોરસ્કરે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના અને સરકારી વિભાગના ફાર્માસિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન અને પ્રેઝેન્ટેસન ફાર્માસિસ્ટ લિપ્સા સોનીએ અને આભારદર્શન પૂર્વી ભટ્ટે કર્યું હતું તેમજ ફાર્માસિસ્ટ લક્ષિત સંઘવી, તન્વી પટેલ અને નિલેષ વાસાણીએ આયોજન સંભાળ્યું હતું.
