~ ભારતની અગ્ર હરોળની વેડિંગ મીડિયા બ્રાન્ડ દ્વારા સ્પર્ધા યોજાઇ હતી
ભારતની અગ્ર હરોળની વેડિંગ મીડિયા બ્રાન્ડ વેડીંગસૂત્ર કે જે ખાસ વેડીંગ સ્ટાઈલના અદ્યતન દેખાવ અને શૈલીને પોતાના પ્લેટફોર્મ દ્વારા આજની યુવા પેઢીને અદ્યતન ફેશન આપે છે. તેણે હાલમાં મુંબઈની તાજ મહાપેલેસ હોટેલ ખાતે વેડિંગને લગતા ફોટોગ્રાફસ માટે અલગ અલગ 17 કેટેગરી સાથે વેડિંગસૂત્ર ઈન્ક્સયુએન્સર એવોર્ડ 2022 હરિફાઈનું આયોજન કર્યું હતું.
જેમાં ભુજના નાઈસ ફોટોલેબને દ્વિતીય સ્થાન મળ્યું હતું. જેમણે ભુજમાં હાલમાં શરૂ થયેલા ટાઈમ સ્કવેર ક્લબ અંદરના વિસ્તારનો ફોટોગ્રાફ આ સ્પર્ધા માટે મુકયો હતો. આ સ્પર્ધા કે જે લગ્ન ઉપરાતં પ્રિ અને પોસ્ટ વેડિંગ શુટ કરતા ભારતભરના ફોટોગ્રાફર્સ માટે ખૂબ મહત્વની હોય છે અને વિજેતા જિનેશ ઝવેરીએ જણાવ્યું હતું કે તેમણે ધ વિલા મધ્યે બનાવાયેલા કલબના સ્વિમિંગપુલ વિસ્તારમાં એક પ્રિ-વેડ ફોટોગ્રાફ આ સ્પર્ધા માટે ખાસ મોકલાવ્યો હતો.
