અદાણી વિદ્યામંદિરના તેજસ્વી તારલા NEET ની એક્ઝામમાં પણ ચમક્યા

~ સ્વયંશિસ્ત, મહેનત અને પરિણામલક્ષી માર્ગદર્શનથી રાજ્યમાં પ્રથમ ક્રમાંક (SC) મેળવ્યો

~ AVM ન હોત, તો મને મારી ક્ષમતાઓનો અહેસાસ ન થયો હોત અને આટલું મોટું સ્વપ્ન જોવાની હિંમત ન કરી હોત. – બ્રિજેશ

અદાણી વિદ્યામંદિરના તેજસ્વી વિદ્યાર્થી બ્રિજેશે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2022 માં ટોચનો ક્રમ પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે. ગુજરાતમાં SC કેટેગરીમાં પરિક્ષા ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓમાં તેણે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ધોરણ 3 માં ગણિતમાં શૂન્ય ગુણાંક મેળવનાર બ્રિજેશે ધોરણ 10 અને 12 બોર્ડ તેમજ NEET માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી એ સાબિત કરી બતાવ્યુ છે કે સખત મહેનત અને શિસ્ત સફળતાની ગુરૂચાવી છે.

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી બ્રિજેશ માટે અંગ્રેજી માધ્યમના અદાણી વિદ્યા મંદિરમાં ઘડાવુ અને સફળતાના શિખરે પહોંચવું એટલું સરળ ન હતું. વિદ્યામંદિરમાં અનુશાસનહીનતા માટે યલો કાર્ડ મળવવાથી લઈને ગુજરાતમાં અનુસૂચિત જાતિ (SC) કેટેગરીમાં ટોચનો ક્રમ પ્રાપ્ત કરવા સુધીની બ્રિજેશની સફર ધીરજ, ખંત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી ભરેલી છે.  

બ્રિજેશે જ્યારે AVM માં ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તે સંકોચ અને અશંકાઓ સાથે ખચકાટ અનુભવતો હતો. અભ્યાસક્રમની વાતચીત અને સમજણમાં નબળો દેખાવ કરનાર બ્રિજેશે વિદ્યામંદિરના શિક્ષકોના માર્ગદર્શનની મદદથી ઝડપથી ઉત્તમ વિદ્યાર્થીઓની શ્રેણીમાં સ્થાન જમાવી લીઘું.

NEET UG – 2022 માં 720 માંથી 660 માર્ક્સ (99.98 પર્સેન્ટાઇલ) હાંસલ કરનારા બ્રિજેશની અત્યાર સુધીની સિમાચિહ્નરૂપ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ગુજરાતમાં SC વર્ગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ઉપરાંત 10 ધોરણમાં 96.4%, 12 ધોરણમાં 92.4%, JEEમાં 97.7% અને NEETમાં 99.8% માર્કસ પ્રાપ્ત કર્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વિશે બ્રિજેશ જણાવે છે કે,  “મેં દરરોજ એક વિષય પૂરો કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું અને ગમે તેવી પરિસ્થિતીમાં પણ હું તેને વળગી રહેતો. દિવસનો ટાર્ગેટ પૂરો કરવા માટે હું ભોજન અને ઊંઘને પણ વધુ મહત્વ આપતો નહતો. હું દિવસમાં લગભગ 16 કલાકની મહેનત કરતો પણ હા, મને છ કલાકની ઊંઘ મળી રહે તે સુનિશ્ચિત કરતો હતો.

દૈનિક લક્ષ્યાંકો અંગે જણાવતા તે કહે છે કે “કોચિંગ સેન્ટરમાં મારા શિક્ષકોની સલાહથી મને ખૂબ જ મદદ મળી છે. હું AVM માં મારા શિક્ષકોનો ખાસ કરીને મારા અંગ્રેજી વિષયના શિક્ષક ખૂબ જ આભારી છું.”

બ્રિજેશ ઉમેરે છે કે “મારી સ્વ-પ્રેરણાએ આ સિદ્ધિને પ્રાપ્ત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. હું મારી જાતને હેમેશા પુછતો કે જો બીજા લોકો પાસે ઘર અને કાર હોય તો હું કેમ ન લાવી શકું? અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. મારા પિતાના પગારમાંથી અમારી રોજિંદી જરૂરિયાતો પણ માંડ-માંડ પૂરી થાય છે. જો AVM ન હોત, તો મને મારી ક્ષમતાનો અહેસાસ ન થયો હોત અને આટલું મોટું સ્વપ્ન જોવાની હિંમત ન કરી હોત. હવે હું મારા માતા-પિતાના તમામ સપના સાકાર કરીશ”.

બ્રિજેશની અપાર સફળતાથી હરખઘેલા પિતા જણાવે છે કે “મારા દિકરાએ જાદુ કર્યો છે. તેણે પરિવાર અને સમાજમાં અમને ગૌરવ અપાવ્યું છે”  

શાળાના આચાર્ય શિલ્પા ઈન્દોરીયા બ્રિજેશની પરિવર્તન યાત્રા વિશે જણાવતા તે કહે છે કે “અદાણી વિદ્યામંદિરમાં જોડાયા બાદ તે ઠરેલ, જિજ્ઞાસુ, અને સ્વભાવે તર્કસંગત બન્યો, હંમેશા તે વધુને વધુ શીખવા અને જાણવા ઉત્સુક રહેતો. સંગીત પ્રેમના કારણે તે શાળાના બેન્ડનો એક ભાગ રહ્યો અને ગણિત અને વિજ્ઞાનમાં ઊંડી રુચિએ તેને ટોચે પહોંચાડવામાં મદદ કરી,”

બ્રિજેશ કહે છે, “હું ઓર્થોપેડિક સર્જન બનવા માંગુ છું અને અદાણી વિદ્યા મંદિર તરફથી મને જે કાંઈ મળ્યું છે તે સમાજને પરત કરવા ઈચ્છુ છું.” અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મુકવામાં આવે છે.

Leave a comment