અદાણી ગૃપનું અંબુજા સિમેન્ટ અને એસીસીનું હસ્તાંતરણ સંપ્પન

~ અદાણી ગૃપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું

~ આ હસ્તાંતરણ સાથે અદાણી હવે ભારતની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક (વાર્ષિક ૬૭.૫ MTPA)

~ ઓડીટ કમિટી અને નોમિનેશન તેમજ રેમ્યુનરેશન કમિટીમાં ૧૦૦% સ્વતંત્ર ડાયરેકટર્સ સાથે કોર્પોરેટ ગવર્નન્સમાં વધારો

અદાણી પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo”), મારફત અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે.

અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો અને ઓપન ઓફરને ગણતરીમાં લેતા તેનું મૂલ્ય યુએસ ડોલર ૬.૫૦ બિલીઅન આંકવામાં આવે છે જે અદાણી દ્વારા કરવામાં આવેલું આ સૌથી વિરાટ હસ્તાંતરણ બની રહેવા સાથે આંતરમાળખા અને સામગ્રીના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશન (M&A) ક્ષેત્રમાં પણ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સંપાદન છે. આ સોદા બાદ અદાણી અંબુજા સિમેન્ટમાં ૬૩.૧૫% હિસ્સો ધારણ કરશે અને એસીસીમાં ૫૬.૬૯ %(જે પૈકી ૫૦.૦૫% અંબુજા સિમેન્ટ મારફત ધરાવે છે)

અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં વૃદ્ધિ માટે સિમેન્ટને એક ઉત્તેજક વ્યવસાય બનાવે છે, જે ૨૦૫૦ બાદ અન્ય દરેક દેશોને વટાવી જશે.” સિમેન્ટ એ ઊર્જા ખર્ચ, લોજિસ્ટિક્સ અને ડીસ્ટ્રીબ્યુશન ખર્ચ પર આધારિત અર્થશાસ્ત્ર અને ઉત્પાદનમાં પરિવર્તન લાવવા તેમજ નોંધપાત્ર સપ્લાય ચેઇનમાં કાર્યક્ષમતા હાંસલ કરવા સાથે ડિજિટલ પ્લેટફોર્મનો લાભ લેવાની ક્ષમતાનો ખેલ છે. આ પ્રત્યેક ક્ષમતાઓ અમારા માટે મુખ્ય વ્યવસાય છે અને તેથી અમારા સિમેન્ટ વ્યવસાય સાથે બંધ નહી બેસતી સંલગ્નતાઓનો એક જથ્થો પૂરો પાડે છે. આ એવી સંલગ્નતાઓ છે જે છેવટે સ્પર્ધાત્મક અર્થશાસ્ત્રને આગળ ધપાવે છે. વધુમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ્સ એનર્જી કંપનીઓ પૈકીની એક તરીકેનું અમારું સ્થાન સકક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતો સાથે પ્રીમિયમ ગુણવત્તાયુક્ત ગ્રીન સિમેન્ટનું ઉત્પાદન સારી રીતે કરવામાં અમોને મદદ કરશે.૨૦૩૦ સુધીમાં સિમેન્ટના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ ઉત્પાદક બનવાના ટ્રેક પર આ તમામ પરિમાણો અમોને લાવી મૂકે છે.”એમ તેમણે ઉમેર્યું હતું.

હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૬૭.૫ મેટ્રિક ટન છે. ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી માળખાકીય વિશાળ સપ્લાય ચેઈન છે, તેમના ૧૪ સંકલિત એકમો, ૧૬ ગ્રાઇન્ડીંગ યુનિટ્સ, ૭૯ રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં ફેલાયેલા ૭૮,૦૦૦ ચેનલ ભાગીદારો દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

વોરંટના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ મારફત અંબુજા સિમેન્ટ્સના બોર્ડે  અંબુજામાં રુ.૨૦,૦૦૦ કરોડનું રોકાણ મંજૂર કર્યું છે. આ રોકાણ અંબુજાને બજારમાં વૃદ્ધિ મેળવવા માટે સજ્જ કરશે. અદાણી ગ્રૂપના વ્યવસાયના તર્કને અનુરૂપ આ પગલાઓ તમામ હિસ્સેદારો માટે મૂલ્ય સર્જનને નોંધપાત્ર રીતે ગતિ આપશે.      

ખાસ કરીને કાચો માલ, રિન્યુએબલ પાવર અને લોજિસ્ટિક્સના ક્ષેત્રોમાં બહોળો અનુભવ અને ઊંડી કુશળતા ધરાવતી અદાણી પોર્ટફોલિયો કંપનીઓ સંકલિત અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ સાથે સિનર્જીથી અંબુજા સિમેન્ટ્સ અને એસીસી બન્ને લાભ મેળવશે. અદાણીના ESG, સર્ક્યુલર ઈકોનોમી અને કેપિટલ મેનેજમેન્ટ ફિલોસોફી ઉપરના કેન્દ્રીત લક્ષ્યથી અંબુજા અને એસીસીને પણ  ફાયદો થશે. SDG 6 (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા), SDG 7 (પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા), SDG 11 (સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ) અને SDG 13 (ક્લાઇમેટ એક્શન) પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને યુએન સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ સાથે વ્યવસાયો ગાઢ રીતે સંકળાયેલા રહેશે.

અંબુજા સિમેન્ટ્સ અને ACC બંનેની બોર્ડ કમિટીઓની અદાણી પોર્ટફોલિયોની ગવર્નન્સ ફિલોસોફીને અનુરૂપ પુનઃરચના કરવામાં આવી છે. ઓડીટ કમિટી તેમજ નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી હવે ૧૦૦% સ્વતંત્ર ડાયરેકટર્સની બનાવવામાંઆવી છે. વધુમાં કોર્પોરેટ રિસ્પોન્સિબીલિટી કમિટી અને જાહેર ગ્રાહક સમિતિ એમ બે નવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ બંનેમાં ESG પ્રતિબદ્ધતાઓ પર બોર્ડને ખાતરી આપવા અને ગ્રાહકોના સંતોષને મહત્તમ કરવા માટે ૧૦૦% સ્વતંત્ર ડાયરેક્ટરર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત ૫૦% સ્વતંત્ર નિર્દેશકોનો સમાવેશ કરીને જોખમ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે કોમોડિટી પ્રાઇસ કમિટીની રચના કરવામાં આવી છે.

૧૪ આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી મેળવેલ યુએસ ડોલર ૪.૫૦ બિલિયનની એકંદર સુવિધાઓ મારફત આ સોદા માટે ધિરાણ આપવામાં આવ્યું હતું. બાર્કલેઝ બેંક પીએલસી, Deutsche બેંક એજી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે હસ્તાંતરણ માટે મૂળ મેન્ડેટેડ લીડ એરેન્જર્સ અને બુકરનર તરીકે ભૂમિકા અદા કરી હતી. બાર્કલેઝ બેંક પીએલસી, ડીબીએસ બેંક,Deutsche બેંક AG, MUFG બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આ વ્યવહાર માટે મેન્ડેટેડ લીડ એરેન્જર અને બુકરનર્સ તરીકે કામ કર્યું હતું. ઉપરાંત BNP પરિબાસ, સિટી બેંક, અમીરાત NBD બેંક, ફર્સ્ટ અબુ ધાબી બેંક, ING બેંક, ઇન્ટેસા સાનપાઓલો S.p.A, મિઝુહો બેંક, સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન અને કતાર નેશનલ બેંકે ટ્રાન્ઝેક્શન માટે મેન્ડેટેડ લીડ એરેન્જર્સ તરીકેની ભૂમિકા અદા કરી હતી.

બાર્કલેઝ બેંક પીએલસી અને Deutsche બેંક એજીએ BidCo,ના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશનના સલાહકારો સાથે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે સ્ટ્રક્ચરીંગ સલાહકાર તરીકે કામ કર્યું હતું અને BidCo મારફત અંબુજા સિમેન્ટ અને એસીસીની ખુલ્લી ઓફર માટે આઇસીઆઇસી સિક્યોરીટિઝ અને Deutsche બેંક AGએ મરચન્ટ બેંકર તરીકે ભાગ ભજવ્યો હતો.

BidCoના મેનેજમેન્ટ એન્ડ એક્વિઝીશના ધારાશાસ્ત્રી તરીકે સિરીલ અમરચંદ મંગળદાસ અને લાથમ અને વોટકિન્સ એલએલપીએ કામગીરી કરી હતી. સિરિલ અમરચંદ મંગળદાસ અને લેથમ અને વોટકિન્સ એલએલપી એ એલન એન્ડ ઓવેરી એલએલપી અને તલવાર ઠાકોર એન્ડ એસોસિએટ્સએ ધિરાણ માટે બિડકોના કાનૂની સલાહકાર તરીકે પણ ભૂમિકા અદા કરી હતી.

અદાણી પોર્ટફોલિઓ વિષેઃ

ભારતમાં અમદાવાદ શહેરમાં મુખ્યમથક ધરાવતું અદાણી ગ્રૂપ  લોજિસ્ટિક્સ (સમુદ્ર બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ), રિસોર્સિસ, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી,,ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર,એગ્રો (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો, કોલ્ડ સ્ટોરેજ અને અનાજ સાઇલોઝ),રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને ડિફેન્સ સહીતના અન્ય ક્ષેત્રો વગેરેમાં રુચિ ધરાવતો વૈવિધ્યસભર વ્યવસાયોનો સૌથી મોટો અને હરણફાળ ઝડપે વિકસતો પોર્ટફોલિયો ધરાવે છે. ‘રાષ્ટ્ર નિર્માણ’ અને ‘ગ્રોથ વિથ ગુડનેસ’ એક ટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિધ્ધાંત અને તેના નેતૃત્વના સ્થાનની અદાણીની મુખ્ય ફિલસૂફી તેની સફળતાને આભારી છે. ગ્રૂપ ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યોના સિદ્ધાંતો પર આધારિત તેના CSR કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સુધારણા માટે પ્રતિબદ્ધ છે.

Leave a comment