કચ્છ યુનિ.માં 17 માં યુથ ફેસ્ટિવલ માં 1275 છાત્રો ભાગ લેશે

~ ચિત્ર,સંગીત,નૃત્ય,નાટ્ય અને સાહિત્યમાં 26 સ્પર્ધાઓ થશે

~ વિજેતા ઉમેદવારોે​​​​​​​ રાજ્યકક્ષાએ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા બે વર્ષ બાદ ચાલુ શૈક્ષણિક વર્ષે 17માં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં યુનિવર્સિટી સંલગ્ન 42 કોલેજોના કુલ 1275 વિદ્યાર્થીઓ જુદી જુદી 26 સ્પર્ધાઓમાં ભાગ લેશે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કચ્છ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે કોલેજો શરૂ થયા બાદ વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતા બહાર આવે અને તેઓને પોતાની કલા રજૂ કરવાનો મોકો મળે તે માટે દર વર્ષે યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.

પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડના કારણે આ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો. ચાલુ વર્ષે તમામ પ્રતિબંધો હટી ગયા બાદ યુનિવર્સીટી દ્વારા યુથ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે આ માટે દરેક કોલેજોમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી.

યુથ ફેસ્ટિવલ બાબતે માહિતી આપતા કલ્ચરલ કો-ઓર્ડિનેટર આર.વી.બસિયાએ જણાવ્યું કે,42 કોલેજના 1275 વિદ્યાથીઓએ નોંધણી કરાવી છે.આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલ 5 વિભાગો ચિત્રકલા,સંગીત,નૃત્ય,નાટ્ય અને સાહિત્યની 26 સ્પર્ધ યોજાશે.

બે દિવસીય ફેસ્ટીવલ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય આવનારા ઉમેદવારને સન્માનિત કરાશે.તેમજ પ્રથમ વિજેતાને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.કુલપતિ પ્રો.ડો.જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષાને યોજાનારા કાર્યક્રમમાં કુલસચિવ ઘનશ્યામ બુટાણીના માર્ગદર્શનમાં આયોજન કરાયું છે.

Leave a comment