~ 129 વર્ષ જૂનો આ પરંપરાગત મેળો
જિલ્લાનો સૌથી મોટો તેમજ મીની તરણેતરના મેળા તરીકે જેની ગણના થાય છે તે મોટા યક્ષના ભાતીગળ લોકમેળાનું સાંસદ વિનોદભાઈ ચાવડાએ રવાવરે સાંજે રિબીન કાપી ખુલ્લો મૂક્યો હતો. તે સાથે જ મોટા યક્ષના મેળાનો દબદબાભેર’ પ્રારંભ થયો હતો.
સાંયરા યક્ષ ગ્રામ પંચાયત સંચાલિત આ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદે જણાવ્યું કે જિલ્લાનો નહી પરંતુ ગુજરાતનો સૌથી મોટા યક્ષ મેળાનું અનેરું મહત્વ છે.
જૂના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું. ટાંચા સાધનો હતા ત્યારે નાના-મોટા વેપારીઓ મેળામાં આવતા આજે પણ આવ છે ત્યારે હજારો લોકોને રોજગારી પ્રાપ્ત કરવાનું આ મેળો સાધન છે. તેમણે ઉમેર્યું કે યાત્રાધામ વિકાસના ભાગરૂપે મોટા યક્ષ દેવના મંદિરનો સર્વે થઈ ગયો છે. ફાઈલ સરકારમાં છે સાથે પુંઅરેશ્વર મંદિરના જિર્ણેંદ્ધારની ફાઈલ પણ રૂરી થઈ ગઈ છે.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકો આ મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે સાથે હવે પછી સાંજના સમયે જ મેળાનું ઉદઘાટન કરવાનો જે નિર્ણય લેવાયો છે તે સરાહનીય છે. સાથે ચાર દિવસ મેળા દરમ્યાન મેઘરાજા પાંખી પાળે તેવી યક્ષ દાદાને પ્રાર્થના કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાએ જણાવ્યું કે આધુનિક સમયમાં પણ આ મેળાનું આકર્ષણ અકબંધ છે. મેળામાં માર્કેટિંગ થાય છે તે એક પ્રકારની આત્મનિર્ભરતા સાકાર થાય છે. લોકમેળામાં ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે. પરંપરાગત વત્રોમાં સજ્જ વિવિધ સમાજના લોકોના પણ દર્શન થાય છે
