– તમારી દારૂનીતિથી હું દુઃખી છું, તમારી કથની અને કરણીમાં ઘણું અંતર છે
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની નવી દારૂનીતિ અંગે અન્ના હજારેએ નારાજગી દર્શાવી છે. તેમણે કેજરીવાલને સંબોધિત કરતા લખ્યું કે- છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી સરકારની દારૂનીતિ અંગે જે સમાચાર આવી રહ્યા છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું. અમને મહારાષ્ટ્રની માફક દારૂનીતિની આશા હતી, પણ તમે આ પૈકી કંઈ જ કર્યું નથી. અન્ના આગળ લખે છે કે લોકો સત્તા માટે પૈસા અને પૈસા માટે સત્તાના ચક્રમાં ફસાયા છે. આ બાબત એવા પક્ષ માટે યોગ્ય નથી કે જે એક મોટા આંદોલનમાંથી ઉભરી આવી છે. તમે તમારા પુસ્તક સ્વરાજમાં મોટીમોટી વાતો લખી છે, જોકે તમારા આચરણ પર તેની કોઈ જ અસર જોવા મળી રહી નથી. તમે મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ પ્રથમ વખત હું તમને પત્ર લખી રહ્યો છું.
તમારો પક્ષ પણ ખોટા માર્ગે ચાલી રહ્યો છે
અન્ના હજારેએ કહ્યું કે તમારી સરકાર લોકોના જીવનને બરબાદ કરી રહી છે. મહિલાઓને પ્રભાવિત કરનારી દારૂ નીતિ તૈયાર કરવામાં આવી છે. તમારી કથની અને કરણીમાં ઘણો તફાવત છે. સરકારે જાહેરહિતમાં કામ કરવા અંગે મજબૂર કરવા માટે સમાન વિચારધારાવાળા લોકોનું એક પ્રેશર ગ્રુપ હોવું જરૂરી હતું. જો આ પ્રમાણે થયું હોત તો, દેશમાં અલગ-અલગ સ્થિતિ હોય અને ગરીબોને ફાયદા મળે છે. કમનસીબે આવું હોતું નથી.
ત્યારબાદ તમે મનીષ સિસોદિયા અને તેમના સાથીઓએ સાથે મળનારી પાર્ટી બનાવી. આ ઐતિહાસિક આંદોલન કરી જે પાર્ટી તૈયાર થઈ તે પણ અન્ય પક્ષોના માર્ગો પર ચાલવા લાગશે. આ ખૂબ જ દુખની વાત છે.
પુસ્તકમાં મોટી મોટી વાતો લખવામાં આવી, જોકે તેના ઉપર અમલ કર્યો નથી
મહાત્મા ગાંધીએ ‘ગાંધી કી ઓર ચલો’ના વિચારથી પ્રેરિત થઈ હું તમારું જીવન ગામ, સમાજ તથા દેશ માટે સમર્પિત કરી છે. છેલ્લા 47 વર્ષોથી ગ્રામ વિકાસ માટે કામ કરી રહ્યો છું અને ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરી રહ્યો છું. અરવિંદ કેજરીવાલને જૂના દિવસોની યાદ અપાવતા અન્ના હજારેએ કહ્યું કે તમે અમારા ગામ રાલેગણ સિદ્ધિ આવી ચુક્યા છો.
રાજકારણમાં આવતા પહેલા તમે ‘સ્વરાજ’નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં તમે ગ્રામસભા, દારૂનીતિ અંગે મોટી મોટી વાતો લખી હતી. તે સમયે તમારા પ્રત્યે મને ઘણી આશા હતી, પણ રાજકારણમાં જઈ મુખ્યમંત્રી બન્યા બાદ તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો.
અમારો ઉદ્દેશ રાજકીય પાર્ટી બનાવવાનો ઉદ્દેશ ન હતો
10 વર્ષ અગાઉ 18 સપ્ટેમ્બર,2012ના રોજ દિલ્હીમાં ટીમ અન્નાના સભ્યોની બેઠક યોજાઈ હતી. તે સમયે તમે રાજકીય માર્ગ અપનાવવાની વાત રજૂ કરી હતી, જોકે તમે ભૂલી ગયા કે રાજકીય પાર્ટી તૈયાર કરવા માટે અમે આંદોલન કરવાનો ઉદ્દેશ ધરાવતા ન હતા. તે સમયે પ્રજાના મનમાં વિશ્વાસનું સર્જન થયું હતું. માટે તે સમયે મારો વિચાર હતો કે ટીમ અન્નાને દેશભરમાં ફરીફરીને લોકશિક્ષણ, લોકજાગૃતિનું કામ કરે તે જરૂરી હતું. જો આ રીતે લોકશિક્ષણ, લોકજાગૃતિ અંગે કામ કરવામાં આવે છે, તો દેશમાં ગમે ત્યા પણ દારૂની આવી ખોટી નીતિ ન બની હોય.
