– 225 નવા કેસ સામે 337 દર્દી રિકવર
– રાજકોટ શહેરમાં એક દર્દીનું મોત
રાજ્યમાં ફરી 200થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 225 નવા કેસ નોંધાયા છે. જ્યારે 337 દર્દી સાજા થયા છે. જ્યારે રાજકોટ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 99 ટકા થયો છે.
27 ઓગસ્ટે 314 કેસ નોંધાયા હતા. 22 ઓગસ્ટે 69 દિવસ બાદ 200થી ઓછા 169 કેસ નોંધાયા હતા. જે અગાઉ 15 જૂને 184 કેસ નોંધાયા હતા. તો 20મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું.
1755 એક્ટિવ કેસ, 8 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 70 હજાર 70ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 8 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 57 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1755 એક્ટિવ કેસ છે, 8 દર્દી વેન્ટિલેટર પર છે અને 1747 દર્દીઓની હાલત સ્થિર છે.
