શિંજો આબેને રાજકીય વિદાઈ આપવા PM નરેન્દ્ર મોદી જાપાન જશે

– આ પહેલા 1967માં શિગેરુ યોશિદા માટે રાજકીય અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે. 27 સપ્ટેમ્બરના રોજ રાજકીય સમ્માન સાથે આબેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીએમ મોદીનો તેમની સાથે નજીકનો સબંધ હતો. બંને વચ્ચે ખૂબ જ સારા સબંધ હતા. આ યાત્રા દરમિયાન મોદી જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરશે. ટોક્યોમાં આબેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વર્લ્ડ વોર 2 બાદ પૂર્વ વડા પ્રધાનના આ બીજા અંતિમ સંસ્કાર છે. આ પહેલા 1967માં શિગેરુ યોશિદા માટે રાજકીય અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યો હતો. 

ગયા મહિને 8 જુલાઈના રોજ જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી. એક મંદિરમાં પરિવારની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે તેમને રાજકીય વિદાય આપવામાં આવશે. 

વિશ્વએ એક વિજનરી લીડરને ગુમાવી દીધા: મોદી

આબેના નિધન પર પીએમ મોદીએ પોતાના મિત્રને વિશેષ શ્રંદ્ધાજલિ આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, શિંજો આબેજીના નિધનથી જાપાન અને વિશ્વએ એક મહાન વિજનરી વ્યક્તિત્વને ગુમાવી દીધા છે. મેં પણ મારા ખૂબ જ નજીકના મિત્રને ગુમાવી દીધા છે. મારા મિત્ર શિંજો આબે જી ને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ.. પીએમએ લખ્યું હતું કે, શિંજો આબે માત્ર જાપાનની એક મહાન વિભૂતિ જ નહોતા પરંતુ વિશાળ વ્યક્તિત્વના ધની વૈશ્વિક રાજનેતા હતા. તેઓ ભારત-જાપાની મિત્રતાના મોટા સમર્થક હતા. ખૂબ જ દુ:ખદ છે કે, તેઓ હવે આપણી વચ્ચે નથી. તેમની અકાળે થયેલી વિદાયથી જ્યારે જાપાનની સાથે સમગ્ર વિશ્વએ એક મહાન વિજનરી નેતા ગુમાવ્યા છે તો મેં મારા એક પ્રિય મિત્રને ગુમાવ્યા છે. 

Leave a comment