અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં જન્માષ્ટમીના સપરમા દિવસે ૧૨ બાલગોપાળ સમાન પુત્ર-પુત્રીનો જન્મ થતાં તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓએ આ પર્વના દિવસે જન્મ આપનાર માતાઓને વધામણી આપી હતી.
જી. કે. જનરલ હોસ્પિટલના પ્રસૂતિ વિભાગના ઇન્ચાર્જ નર્સ ભાવેશ્રી પિંડોરીયા એ કહ્યું કે, જ્યારે સમગ્ર કચ્છ જન્માષ્ટમીની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે હોસ્પિટલમાં તમામ બાળકોનો જન્મ નોર્મલ થાય એ કાર્યમાં સ્ટાફ પરોવાયેલો હતો. જોકે એક માતાનું સિઝેરીયન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. મિલ્કી પટેલના માર્ગદર્શન હેઠળ તમામ ડીલેવરી કરવામાં આવી હતી. યોગનું યોગ એક બાળકનો રાત્રે ૧૨ વાગે જન્મ થયો હતો.
