“દેશનું વિભાજન” વિષય પર સાબરમતી રેલવે સ્ટેશન પર ફોટો પ્રદર્શનીનું આયોજન

– 14 ઓગષ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવાશે

– દેશના ઇતિહાસ સાથે જોડાયેલા તથ્થો તસવીર રૂપે જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા

સાબરમતી રેલવે સ્ટેશન પર તા.૧૦ થી ૧૪ ઓગષ્ટ સુધી એક પ્રદર્શનીનું આયોજન કરાયું છે. જેમાં દેશના ભાગલા વખતે જે કરૂણાંતિકાઓ સર્જાઇ હતી તેને લગતી વિવિધ તસવીરો મુકવામાં આવી છે. દેશના ઇતિહાસ સાથે જોડાયેલા દિવસો, માનવ ઇતિહાસમાં તે દાયકાનું સૌથી મોટું માનવ વિસ્થાપનને લગતા તથ્યો અને તસવીરો જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી સ્ટેશન પર આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમેતે અમૃત મહોત્સની ઉજવણી કરાઇ રહી છે. આ અંતર્ગત ૧૪ ઓગષ્ટને સમગ્ર દેશમાં ‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે.

વડાપ્રધાને આ દિવસના મહત્વને જોતા દેશવાસીઓને આ દિવસ યાદ રહે અને તેઓ દેશના ઇતહિાસ, વાસ્તવિકતા સાથે જોડાયેલા રહે તે માટે આ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના સંઘર્ષ, બલિદાન તસવીરોમાં જોવા મળશે. 

હિંસા, નફરતના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ફોટો પ્રદર્શનીમાં લાખો લોકોની વેદના જોવા મળશે. 

Leave a comment