અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં સતત બે મહિના સપોર્ટ સિસ્ટમની સારવારના અંતે ૬૯ વર્ષના માજીને મળ્યું જીવનદાન

હોસ્પિટલના મેડિસિન અને રેસપિરેટરી વિભાગના યત્નમાં ઈશ્વરકૃપા જોડાતા દાદીમાનું આયુષ્ય લંબાયું

અલ્પ ઑક્સીજન, ફેફસામાં તીવ્ર ખરાબો અને બીજા ૧૦ રોગના ભરડાને નાથવા સતત બે મહિના સપોર્ટ સિસ્ટમની સારવારના અંતે ૬૯ વર્ષના માજીને મળ્યું

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ૬૯ વર્ષના માજીના ફેફસામાં તીવ્ર ખરાબો બીજા અનેક રોગો હોવાને કારણે સતત બે મહિના તેમને આઈ.સી.યુ.ની અંદર જુદા જુદા સપોર્ટ સિસ્ટમ ઉપર સારવાર આપી અને છેવટે તબીબોના યત્નમાં ઈશ્વરકૃપા જોડાતા દાદીમાનું આયુષ્ય લંબાયું છે.

જી.કે. જનરલ હોસ્પિટલના ડો અને અદાણી મેડિકલ કોલેજના આસી.પ્રો. ડો. ચંદન ચુડાસમાએ ભુજના રેણુબેન ગિરીશ વૈષ્ણવની લગાતાર બે મહિનાની સારવારના અંતે જણાવ્યુ હતું કે, કોઈ દર્દીને શરીરમાં એકાદ રોગ હોય તો સારવાર કરવી સરળ હોય છે. પણ એકથી વધુ અને તેમાય ૧૦-૧૦ રોગ ભરડો લે ત્યારે દર્દી અને ડો. બંને સંઘર્ષમય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. રેણુબેન બંને ફેફસામાં બગાડો તથા સાથે અલ્પતમ ઓક્સિજનની ફરિયાદ સાથે ૭મી ડિસે.ના રોજ જી.કે.માં આવ્યા ત્યારે કોરોનાનો સમય ટોપ ઉપર હોવાથી RTPCR ટેસ્ટ કરાયો. તે નેગેટિવ જણાયો પરંતુ, સિટીસ્કેનમાં ૧૮નો સ્કોર દર્શાવાતા સિવિયર ન્યુમોનિયા હોવાનું જણાયું. શ્વાસોછવાસની તકલીફ સાથે ડાયાબિટીસ, બી.પી.,હાઇપો થાઈરૉઈડ, ઈન્વેંસિવ ફ્ંગલ ઇન્ફેકશન (આક્રમક ફેગલનો ચેપ) નબળા મસલ્સ (ફાઇબ્રોમાયેલ્જિયા) સંધિવા જેવા અનેક રોગનો સમૂહ એટ્લે કે, ઇન્ટરસ્ટિયલ લંગ ડીસીઝ હોવાથી અનેક સપોર્ટ સિસ્ટમ આપવાની જરૂરિયાત ઊભી થઈ.

આ સારવારમાં મેડિસિન વિભાગના તબીબો ડો. અવિનાશ તિવારી(R3)અને ટવિંકલ રાણા(R2) ઉપરાંત રેસ્પાઇરેટરી મેડિસિનના એસો.પ્રો. ડો. કલ્પેશ પટેલ, રેસિ. ડો. તૃપ્તિ ગઢવી, ડો. પાયલ અને ડો. સિમરન પણ ડો. ચંદન ચુડાસમા સાથે જોડાયા અને આઈ.સી.યુ.માં સતત સારવાર આપવામાં આવી.

માજીને સતત ૬૧ દિવસ ઑકસિજન ઉપર રહ્યા:

આઈ.સી.યુ.માં બે દિવસ ૧૦-૧૫ લિટર ઓક્સિજનની આવશ્યકતા હોવાથી બે દિવસ NRBM (નોન રિબ્રિધિંગ માસ્ક) ૩૪ દિવસ સુધી બાયપેપ અને ૨૫ દિવસ સુધી ઓક્સિજન આપવાની સાથે જુદી જુદી મેડિસિન આપી દાદીમાને નવજીવન આપવામાં આવ્યું.  

Leave a comment